મારું નામ વિજય ખેરડીયા છે મારી ઉંમર ૪૧ વરસ ની છે હું મૂળ કેશોદ ના રહેવાસી છું હાલ હું સુરત માં નાના વરાછા, બોમ્બે માર્કેટ રોડ રહુ છું અમે પાંચ વરસ થી અહીંયા રહીએ છીએ મારી સાથે મારા પત્ની (સેજલબેન) અને મારી પુત્રી (તન્વી ૧૧ વર્ષ) અને પુત્ર (લોક ૭ વર્ષ) છે જે મારા ઉપર જ નિર્ભર છે. હું અહીંયા દરજી કામ માટે આવ્યા હતા, અત્યારે જે ની કમાણી થી મારું ઘર ચાલે છે, મને કેન્સર છે મોઢાનું જે ની સારવાર મે સરકારી અને ખાનગી હોસ્પિટલ (SHALBY, SURAT) લીધી હતી છેલ્લા ૩ મહિના માં જે મે ભારત સરકાર દ્વારા યોજના માં અમૃતમ કાર્ડ દ્વારા કરવી છે. હવે પછી ની સારવાર જે માં અમુતમ કાર્ડ માન્ય નથી અને જેનો ખર્ચો લગભગ ૫ થી ૬ લાખ નો છે. અત્યારે મારી સારવાર સુરત ખાતે આવેલ SHALBY માં થઇ રહી છે જોનો દિવસ નો ખર્ચો ૫૦૦૦ થી ૬૦૦૦ નો છે. મારી પ્રાર્થના છે મને અને મારા પરિવાર ને સહાય કરવા નમ્ર વિનંતી છે. તારામાં સહાય થી હું મારા અને મારા પરિવાર ની જીંદગી બચાવી સકુ.